________________
પંડિતજીની પ્રતિભા
( ૨૧ )
સાધુપુરૂષના જીવનનું મૂલ્ય મેલવવાનું શકય જ નથી. પંડિત લાલન આવા એક સાધુ સન્તપુરૂષ છે. આપણા તેમને અંતરનાં અનેક અભિવજન હે! તેમની આપણા ઉપર હંમેશા શુભાશિષે ઉતરતી રહે !”
આ વિવેચનના સમર્થનમાં મુનિ જિનવિજયજીએ, શ્રી મેતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ, શ્રી જીવરાજ ઓધવજી. દોશીએ, શ્રી હુકમીચંદ જસાણી તથા શ્રી તારાબહેન માણેકલાલ પ્રેમચંદે પંડિત લાલન સાથેના પિતા પોતાના અંગત અનુભવની અનેક બાબતે જણાવી હતી. ત્યારબાદ પૂજ્ય નાથજીએ પંડિત લાલનને પુષ્પહાર પહેરાવી તેમનું બહુમાન કર્યું હતું. આ વખતે પંડિતજી નાથજીના પગે પડ્યા હતા અને બે સમાનધર્મી આત્માઓ એકમેકને ભેટી પડ્યા હતા. આ સન્માનવિધિ પુરી થયા બાદ પંડિત લાલને નીચે મુજબ ઉત્તર આપે હતે.
આપ સર્વે ભાઈઓએ મારા માટે આ પ્રસંગ
તેને માટે આપ સર્વને હું અન્તઃકરણપૂર્વક ઉપકાર માનું છું. ખાસ કરીને આ પ્રસંગે નાથજી જેવા રાજયગી-શિરોમણીને તમે લઈ આવ્યા તેથી મને જે આનંદ થયો છે તે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી.
ગની બાબતમાં તે તેમને હું મારા ગુરૂના ગુરૂ સમાન લેખું છું. કારણ કે રમણીકલાલ સારાભાઈ મોદી મારે મન આ દિશાએ ગુરૂસમાન છે, અને નાથજી રમણીકભાઈના ગુરૂ છે એ કદાચ આપમાંના કેટલાક ભાઈઓ જાણતા હશે,