________________
પંડિતજીની પ્રતિભા
( ૧૯૯) અને તેમને સૌ કોઈ બરાબર સાંભળી શકે તે તેમના અવાજમાં રણકાર હતું. એ યુગ પણ વસ્તૃત્વને જ હતે. કંઈ પણ વિદ્વાન માણસને, કાર્યકર્તાને સાંભળે એ બાબ• તને એ વખતના લોકોને ભારે મેહ હતે. પંડિત લાલ નનું વકતૃત્વ માત્ર વાણીનું જ નહોતું. તેને જ અનુરુપ તેમનામાં અદ્દભુત અભિનય કળા હતી. કઈ પણ વાત યા વિચારને લાક્ષણિક રીતે જાણે કે કેઈ નવા જ આકારમાં મૂકવાની તેમનામાં કળા હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સનું એવું ભાગ્યે જ કઈ અધિવેશન હોય કે જેમાં તેમની હાજરી ન હોય. એમની હાજરી વિનાનું અધિવેશન સૌ કોઈને નિરસ જ લાગે. આ કેન્ફરન્સના અધિવેશનમાં તેમને આવવા દેવા કે નહિ, બોલવા દેવા કે નહિ-એ સમસ્યા દરઅધિવેશન વખતે ઉભી થાય. તેને આખરે કંઈક નિકાલ આવે, પંડિત લાલન હાજર થાય અને તેમને સાંભળીને સૌ કોઈને કૃતકૃત્ય થયા જેવું લાગે.
“ આ તેમનું વકતૃત્તવ આટલું બધું આકર્ષક તેમ જ અસરકારક હતું તેનું ખરૂં કારણ તે આખરે તેમનું ચારિત્રય, જનસેવાની લાગણી અને વિશાળ જ્ઞાનાનુભવ હતા. ઉમ્મરે તેઓ વૃદ્ધ થવા લાગ્યા, તેમનું જાહેર જીવન કમી થવા લાગ્યું, તેમની શારીરિક તાકાત પણ ઘટવા લાગી. એમ છતાં પણ અધ્યયન અને અધ્યાપન એ તે તેમની આજની ૯૧ વર્ષની ઉમ્મરે પણ છુટ્યા નથી. પાછળના સમયમાં તે જે સાધુઓએ અને આચાર્યોએ તેમને સત્તામાં સપ્ત વિરોધ કરેલે તેમની સાથે પણ તેમને સંબંધ પુરે સ.