________________
( ૧૯૮)
પંડિત લાલન પણ પિતાના વિવેચન સાથે તેમણે પ્રગટ કર્યા. આજ સુધીમાં તેમની મારફત ૨૪ ગુજરાતી ગ્રંથ અને ૨ અંગ્રેજી ગ્રંથે પ્રગટ થયા છે. તેમના સમાધિશતકનું તેમની જ દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા શ્રી. હરબર્ટ રને ૧૯૧૪ માં અંગ્રેજી ભાષાન્તર કર્યું છે.
“આ ઉપરાંત તેઓ યોગના અભ્યાસમાં પણ આગળને આગળ પ્રગતિ કરી રહ્યા હતા. પતંજલ યોગદર્શન તે તેમને કંઠાડ્યું છે. પતંજલ યોગ અને જેન યોગને સમન્વય એ તેમના અભ્યાસ ચિન્તન અને મનને વિશિષ્ટ વિષય છે. તેઓ યેગના કેવળ અભ્યાસી જ છે એમ નથી. પણ યોગ સાધનાની દિશાએ તેમણે ઘણી પ્રગતિ સાધી છે અને અનેક સાધકને તેમણે ગમાર્ગમાં પ્રવેશ કરાવે છે.
વકતૃત્વના પ્રદેશમાં તેમણે પ્રાપ્ત કરેલી કુશળતા એ તેમના જીવનની એક ખાસ બેંધવાલાયક સાધના છે, વકતૃત્વની દિશાએ તેમને સુરેંદ્રનાથ બેનરજીએ પ્રેરણા આપેલી. સુરેંદ્રનાથ બેનરજી જે પ્રખરવક્તા હજુ સુધી આપણા દેશમાં બીજે કઈ પાક નથી. એક તે પંડિત લાલનમાં વકતૃત્વની કુદરતી બક્ષીસ તે હતી જ અને આ બક્ષીસને તેમણે પ્રયત્ન અને પુરૂષાર્થ પૂર્વક કેળવેલી. પરિણામે એમના જમાનામાં એ વખતના લોકેને પંડિતજીને બોલતા સાંભળવાનું ભારે કૌતુક રહેતું હતું. તેમની પાછળ યુવાન પ્રજા ગાંડી હતી, તેમના વખતમાં આજની જેવા વિનિવર્ધક કેઈ સાધને નહાતા. દશ દશ હજાર માણ સેની સભા સમક્ષ તેઓ સહેલાઇથી ભાષણ આપી શક્તા