________________
( ૨૦૪ )
પંડિત લાલન વ્યવહાર માગે છેડતે, ઉડતે કરવો જોઈએ. સ્વગને નીચે લાવવું જોઈએ અને મોક્ષને હૃદયમાં વસાવવું જોઈએ.
“મરણ વિનાનું કદિ જીવન સંભવે છે ખરૂં? રોગ વિનાનું કદિ આરોગ્ય સંભવે છે ખરૂં? વૃદ્ધરવ વિનાની. કદિ યુવાની સંભાવે છે ખરી? સંસારનું આ સામાન્ય સ્વરૂપ છે. ઈષ્ટને આપણે સંગ ઈચ્છીએ અને વિયોગ થાય છે અને અનિષ્ટને આપણે વિગ ઈચ્છીએ અને સંયોગ થાય છે. આ સર્વ વચ્ચે સમભાવપૂર્ણ બનીને જીવન ગાળવું એજ સાચો ધર્મ છે. આનું જ નામ જૈન ધર્મ. આ ધર્મ સવાવલંબી છે, આ ધર્મને જનતામાં આપણે બને તેટલો ફેલાવો કરવો જોઈએ.'
“શ્રી યશોવિજયજી મહારાજ તે કહે છે કેનિશ્ચયષ્ટિ હાથ ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જ, ભવસમુદ્રને પાર.”
આજ નિશ્ચયદષ્ટિથી હજુ પણ લેકે ભડકે છે, પણ આમ થવું ન જોઈએ. નિશ્ચયપૂર્વક વ્યવહાર એ જ સાચે વ્યવહાર છે.
- “અક્ષરમાં બે વિભાગ પડે છે. સ્વર અને વ્યંજન આધ્યાત્મિક પરિભાષામાં સ્વર એ આત્મા છે અને વ્યંજન એ શરીર છે તેને સુમેળ મનુષ્યને શાશ્વતપણું દેખાડે છે. સ્વરને વ્યંજન સાથે જોડાયેલે આપણે કલ્પી શકીયે છીએ તેમ જ તેથી છુટે પણ આપણે કલ્પી શકીએ છીએ. તે જ આત્મા અને શરીરને સંબંધ સમજ. અને