________________
( ૧૨ )
- પંડિત લાલન વતા પ. લાલનને જ આપણે સાંભળીએ છીએ એ ભાસ થાય છે. આ ઉમ્મરને આ જીવતે જાગતે પવિત્ર પુરૂષ આપની વચ્ચે હેય-એ આપણા સમાજનું સદભાગ્ય લેખાય. તેમને આપણ સર્વના બહુમાન અને વન્દન ઘટે છે,
પંડિત લાલન સન્માન સમારંભ
પંડિત લાલનને આછો પરિચય તા. ૧૯-૬-૪૮ શનિવારના રોજ વિઠ્ઠલભાઈ પટેલ રાહ ઉપર આવેલ આનંદભુવનમાં શ્રી મુંબઈ જન યુવક સંઘના આશ્રય નીચે મુંબઈના જૈનસમાજ તરફથી સુપ્રસિદ્ધ વક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનનું જાહેર સન્માન કરવા નિમિત એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં ભિન્ન ભિન્ન વિચાર પક્ષનાં જૈન આગેવાનોએ પંડિત લાલન પ્રત્યે પિતાને આદરભાવ વ્યક્ત કરવા માટે સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રાર્થના-ગીત સાથે સભાના કામકાજને પ્રારંભ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી નાથજીને સભાનું પ્રમુખસ્થાન લેવાની વિનંતિ કરતાં પંડિત લાલને જૈન સમાજની કરેલી કેટલીક સેવાઓને તેમજ પંડિતજીના જીવનની કેટલીએક વિશેષતાઓને ખ્યાલ આપે હતું અને આવા પુરૂષનું સન્માન કરવા માટે