________________
પંડિતજીની પ્રતિભા
( ૧
)
સંધ-બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે રજુ કરેલા વિચારમાં આજે તે એવું કશું જ દેખાતું નથી કે જેથી કઈ પણ સમાજને તેમની સામે જરા પણ વાંધે ઉઠાવવાનું કારણ હોય. પણ તે વખતને જેન સમાજ અત્યન્ત અજાગૃત અને રૂઢિગ્રસ્ત હતે. પશ્ચિમની કેળવ
ને હજુ જૈન સમાજને બહુ ઓછા સ્પર્શ થયો હતો. ધાર્મિક લેખાતા અને બુદ્ધિવાદની કટિએ ચઢાવવાની હજુ શરૂઆત હતી. જેનસમાજની મદશા ધાર્મિક બાબતમાં બહુ જ આળી હતી. જેને સુધારકામાં પંડિત લાલનનું સ્થાન આદિમ તેમ જ અગ્રગણ્ય ગણાય, તેમનું આખું જીવન જૈન ધર્મના એક પ્રચારક તરીકે જ વ્યતીત થયું છે. આજ સુધી પણ તેમણે જ્ઞાનની અખંડ ઉપાસના જ કર્યા કરી છે, અને વિશદ જીવન વડે એ ઉપાસનાને તેમણે શોભાવી છે, જે ૯૧ વર્ષની ઉમ્મરે તેમના વિષે તેઓ નવા વિચારના છે કે જુના વિચારના છે એવો પક્ષ ભેદ આપણા સમાજમાં કેઈના દિલમાં રહ્યો નથી. જ્યાં જ્યાં તેમને સત્ય દેખાયું, ધર્મ સાધના દેખાઈ, અધ્યાભઉપાસના તેમના જેવામાં આવી ત્યાં ત્યાં તેઓ ગયા છે અને સારને ગ્રહણ કર અને અસાર લાગે તેની ઉપેક્ષા કરવી-આવી જ તેમની સમભાવ તેમજ સદભાવભરી જીવનવૃત્તિ બની રહી છે. આજે તેમના ઉપર ઉમ્મરની સારા પ્રમાણમાં અસર છે, આંખે લગભગ દેખાતું નથી; કાને બહુ ઓછું સંભળાય છે. એમ છતાં તેઓ જ્યારે બોલે છે ત્યારે આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાના સુપ્રસિદ્ધ