________________
પંડિતજીની પ્રતિભા
( ૧૭૯) કઈ લખવા આદેશ આપેલ છે તે મુજબ કંઇ લખી મોકલાવ્યું છે. ચોગ્ય લાગે તે સ્વીકારશે.
Yours in spirit, Peace and Love
ચરણરજ વેલજીના unto you ! પ્રેમવદન સ્વીકારશે,
forgive and forget,
પૂજ્ય શ્રી લાલન સાહેબે અહિં આશ્રમ ઉપર પધારવા માટે કૃપા કરેલી. -
તેઓશ્રી નિર્દોષ આત્મા હતા. તેઓની વિદીયતા સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
આ અલ્પ જીવ, તેઓના ભવ્ય આત્માને સદેવ દીનભાવે નમે છે.
વેલજી (આ પત્ર લખનારનું નામ છે શ્રી વેલજી ઠાકરશી. તેઓના માટે કચ્છના સંતો અને કવિએ નામના પુસ્તકમાં ભાઇશ્રી દુલેરાય કારાણું લખે છે, કે કચ્છ બીદડાના સાધનાશ્રમનું નામ આજે સમસ્ત કચ્છમાં સુવિખ્યાત છે. સાધનાશ્રમ એટલે જ્ઞાન અને સાહિત્યને ભંડાર. સાધનાશ્રમનાં દર્શન વિના કચ્છનું સંસ્કાર દર્શન અપૂર્ણ ગણાય. આ સાધનાશ્રમના સંસ્થાપક શ્રી વેલજીભાઈનું જ્ઞાન અને સંસ્કારમય જીવન એક અનુપમ દષ્ટાંતરૂપ છે.) -