________________
પતિજીની પ્રતિભા
( ૧૮૧ )
કચ્છભુજપુર તા. ૧૯-૧-૧૯૫૯ પૂજ્ય પરમપકારી શ્રીની પવિત્ર સેવામાં, શ્રી મુંબઈ
આપને કૃપાપત્ર મોગાથી તા. ૧૩ મીને લખેલ ત્રણ દહાડા પર મળ્યો, ફરી લખવા કૃપા કરશે.
વિશેષ લખવાનું કે પૂજ્ય બાપુજીના જીવન પરત્વે પત્ર લખી આ સાથે આપશ્રીને મોકલું છું તેમાં તારીખ કે સ્થલ લખ્યાની જગ્યા રાખી છે તે આપને ઠીક લાગે તે તે તારીખ અને સ્થલ લખી લેશે.
મારે લીપી જ્ઞાન કે ભાષા જ્ઞાન તદન મર્યાદિત છે તે આપ જાણે છે એટલે મારા લખાણમાં લીપી અને શબ્દની અશુદ્ધિ હોય તે તદ્દન સ્વાભાવિક છે, એટલે તેવી અશુદ્ધિઓ હેય તે સુધારી લેવા વિનંતી છે, તેમજ વિરામ ચિન્હ કરવાની મારી પહેલાથી જ ટેવ નથી એટલે તે કરવા જતાં બહુ જ તકલીફ પડે છે, માટે તેની જરૂર જણાય તે તે પણ કરાવી લેશે તેમજ કોઈ વાકય પ્રાગ કલીષ્ટ જણાય છે કે ફકરા ટુકાવવાનું યોગ્ય જણાય કે સમુળગો કાઢી મુકવાનું યોગ્ય જણાય તે એટલે કેઈપણ જાતને ફેરફાર કરવાનું ઉચીત જણાય તે તેમ કરાવી લેવા મારી આપને નમ્ર વિનંતી છે.
લી. આપને કૃપાકાંક્ષી, વેલજીના સવિનય વન્દન સ્વીકારશે.