________________
( ૧૮ )
પડિત લાલન
બાપુજી કચ્છ પધાર્યા હતા. પહેલી વખતે સાત મહીના અને બીજી વખતે ત્રણ મહીના ભુજપુર, બીદડા અને કોડાય એ ત્રણ સ્થળે તેઓશ્રીની સ્થિરતા હોવા છતાં તદ્દન અલ્પ સમય બાદ કરતાં તમામ સમય ભુજપુર અને તે પણ મારા ઘરે જ નિવાસ કરવાની તેઓશ્રીએ કૃપા કરી હતી એટલે તેટલે સમય તેમના સત્સંગને તેમજ મારી સામાન્ય યોગ્યતાનુસાર તેમની સેવા કરવાને અલભ્ય લાભ મેળવવા હું ભાગ્યશાળી બન્યા હતા. જો કે તે પહેલા પણ વરસેના વરસ હું તેમના સત્સંગમાં અને પરિચયમાં અવાર-નવાર (મોટે ભાગે મુંબઈ ખાતે) આવતે જ હતે પણ ઉપરક્ત દશ મહીના તે હું વીશે કલાક તેમના સત્સંગ અને સેવામાં જ રહેતા. એ દશ મહીનાના સમય દરમ્યાન કેઈપણ વેળાએ કોઈપણ અનુકુલ કે પ્રતિકુલ સંગમાં તેઓશ્રીના પ્રશાંત અને પ્રસન્નતાદર્શક મુખાર્વિન્દ પર લેશ માત્ર પણ વિષાદની રેખા મેં જોઈ ન હતી. કેઈપણ પ્રાણીનું અંતર દુભાય તે કર્કશ શબ્દ તેમની જીભ પર આવે નહતે. અહંતા કે અભિમાનની તે ગંધ સુદ્ધાં તેમના જીવનમા હતી જ નહીં. માયા અને લેભ એ તાએ તે તેમના ઊદાત્ જીવનને રંચમાત્ર સ્પર્શ જ કર્યો નહતે. ઉક્ત સમય તે મારા માટે મારા જીવન દરમ્યાન પૂજ્ય બાપુજી જેવા એક સંત શિરોમણી પુરૂષના સતત સમાગમ અને સત્સંગ તેમજ સેવાકાર્યની એક મૅથેરી કહાણ હતી. જે મારા હૃદયપટ પર અંદગીપર્યત અંકિત થઈ રહેશે.
એ પરમ પુરૂષના જીવનમાં દયા, ક્ષમા, સરળતા,