________________
પડિતજીની પ્રતિભા
( ૧૮૭ )
સંતાષ, સમતા, અદ્વેષ, સમભાવપ્રેમ, કરૂણા સ્વાનુભૂતી વિગેરે અનેક સદ્ગુણરાશીને જે સંભાર પ્રતિષ્ઠાને પામ્યા હતા. તેના યથાયેાગ્ય આલેખન મારા જેવા એક સામાન્ય અભ્યાસી તા કયાંથી કરી શકે.
આપશ્રી તેમના જમણા હાથ તરીકે નાનપણુથી જ રહેતા આવ્યા છે. તેમજ બહુ જ લાંખે। સમય તેમના સાનિધ્યમાં રહી તેમની પવિત્ર સેવાના અમુલ્ય લાભ આપ શ્રીએ લીધા છે. તેમ જ તેમના લાકોતર મહદ્ જીવનના આપશ્રી ખાસ અભ્યાસી છે એટલે આપશ્રીના વરદ્દહાથે એમના સમૃદ્ધ જીવનનું આલેખન થશે તે મનુષ્ય માત્રને સહું સહુને પેાતાની ચેાગ્યતા અનુસાર શુભ પ્રેરણાદાયી અનેા તેમજ જીવનના અંતીમ ધ્યેય પ્રત્યે માદક થાએ એમ શુભેચ્છાપૂર્વક વિરમું છું.
પૂજ્ય બાપુજીના આપણને ચમચક્ષુથી તે આત્મતિક વિયેાગ થયા છે છતાં આંતરચક્ષુથી જયારે પણ એ મહાન વિભૂતીના સ્મરણ કરીએ છીએ ત્યારે તે મોંગલમય મૂર્તિ આપણી સામે સાક્ષાત્ વાત્સલ્ય ભાવપૂર્વક ( પરાક્ષ છતાં પ્રત્યક્ષની જેમ) આપણને દર્શન આપવાની કૃપા કરે છે. એટલે આપણે એ અનન્ય ઊપકારક વિભૂતીના સ્મરણુ કરવા તેમજ આંતરચક્ષુથી એ પરમ વિભૂતીના દર્શન કરવા સદા ઉજમાળ રહીએ. અસ્તુ.
:
લી આપના કૃપાકાંક્ષી, વેલજીના સવિનય વન્દન સ્વીકારો,