________________
( ૧૭૨ )
પંડિત લાલન
પંડિતજી તે ચિર પ્રવાસી હતા. શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના નિર્માતા શ્રી માણેકબાના બંગલામાં ૪ વર્ષ લગભગ રહ્યા હતા. ખંભાત પાસે આવેલા વડવા અને અગાસમાં થોડે થે સમય રહી આવ્યા હતા. તેઓ સોનગઢ પૂજ્ય કાનજીસ્વામી પાસે રહ્યા હતા અને તેમના વ્યાખ્યાનેને લાભ લીધું હતું. ત્યાં તેમને ઠીક શાંતિ મળી હતી. અહીં રહેવા જમવાની તેમજ જ્ઞાનચર્ચા કરવાની સારી અનુકૂળતા હતી.
તેઓ જ્યાં હોય ત્યાં હું તેમના દર્શને જતા. તેઓ મને મંગળ આશીર્વાદ આપતા રહેતા હતા.
તેઓ જેવા ધર્મપ્રેમી અને અધ્યાત્મપ્રેમી હતા તેવા જ રાષ્ટ્રપ્રેમી હતા. પૂજ્ય ગાંધીજીના આઝાદીના જંગની તે રિ ભૂરિ પ્રશંસા કરતા અને પ્રસંગે પ્રસંગે રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે પ્રેરણા આપતા.
મહર્ષિ અરવિંદ ઘોષના અને તેમની વિશ્વશાંતિની વેધક દષ્ટિના તે ખૂબ પ્રશંસક હતા. શ્રી રમણ મહર્ષિના પણ તેઓ પ્રશંસક હતા. જે જે મહાન આત્માએ તેમના પરિચયમાં આવ્યા તે બધા પાસેથી જીવન દર્શન મેળવવા તેમણે પ્રયત્ન કરેલ અને તેઓ પોતાના આત્મદર્શનના લક્ષમાં ર્જીયન અનુભવતા.
છેલ્લે તેઓ જામનગર પાર્વતી બહેનને ત્યાં રહ્યા અને છગ્યા ત્યાં સુધી જામનગર જ રહ્યા. હું જામનગર પણ ગયો હતો. અને મેં જોયું કે ચર્મચક્ષુ ના હોવા છતાં