________________
પંડિતજીની પ્રતિભા
{ ૩૪]. જીવન પ્રસંગે મોકલો
પ્રસિદ્ધવક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનની જીવન યાત્રા અંગેનું પુસ્તક પ્રગટ કરવા શ્રી શીવજીભાઈ દેવસી મઢડાવાળાએ નિર્ધાર કર્યો છે તે પં. લાલનના સંપર્કમાં જે જે સનેહીઓ, આપ્તજને કે પૂજ્ય શ્રમણ સમુદાય આવ્યા હોય તેઓને પિતાની સાથે પ્રસંગ લખી નીચેના સીરનામે મોકલવા વિનંતિ છે.
શ્રી શીવજીભાઈ દેવશી મઢડાવાળા જૈન તા. ૨૧-૪-૫૯ C/o. શ્રી સુધાકરભાઈ શીવજી
૧૧૦, હરિયાલા પ્લેટ, ભાવનગર
- સદગત શ્રી લાલન સાહેબનું ચરિત્ર
સિત્તર, એંશી કે નેવું વર્ષની ઉંમરે પણ પિતાની જાતને Young Lalan (નવજુવાન લાલન) તરીકે ઓળખાવનાર સદગત શ્રી ફતેચંદ કપુરચંદ લાલન, એ વીસમીસદીના એક સાહદય, ધમપ્રેમી આત્માર્થી પુરૂષ થઈ ગયા