________________
મૃત્યુ મરી ગયું રે લોલ
( ૧૧ )
પંડિતજીએ ૨૦ લગભગ પુસ્તક લખ્યાં છે. માનવગીતા, શ્રમણનારદ એ પુસ્તકે તે દેશ-વિદેશમાં ખૂબ પ્રસિદ્ધ પામ્યા છે.
પંડિતજી ૯૨-૩ વર્ષના થયા છતાં પિતાની જાતને પોતે યુવાન માનતા હતા અને તેમને આત્મા તે સદા યુવાન હતું જ. તેમનામાં યુવાનને જુસે હતે. ધગશ હતી. નવનવી ભાવનાઓ-ઉર્મિઓ અને સેણલાં હતાં.
તેમનું સન્માન થવું જોઈએ અને તેમના જેવા આ જન્મ લોકસેવક, ધર્મસેવક, શાસનસેવકને ચરણે કુલ નહિ ને કુલપાંખડી અર્પણ થવી જોઈએ, એ દષ્ટિએ મારા કચ્છી નેહીજને, મિત્ર, આપ્તજનેની પાસેથી રૂા. ૧૩૬૦૦) મેળવ્યા અને તેમનું ભવ્ય સન્માન થયું. શ્રી જૈન યુવકસંઘ-મુંબઈએ તેમને સન્માન-સમારંભ ખૂબ આનંદપૂર્વક ઉજવ્યું. અને પંડિતજીના જીવન-કથન અને સેવાકાર્યોની ભરિ ભૂરિ પ્રશંસા કરવામાં આવી.
પંડિતજી તે આખા જૈન સમાજના રત્ન હતા, વિદ્વાન હતા, ત્યાગી જેવા હતા, આજન્મ સેવક હતા, પ્રસિદ્ધ વક્તા–લેખક વિવેચક અને વિશ્વપ્રેમી હતા. જૈનસમાજે તેમના જેવા પુણ્ય પુરૂષનું સન્માન કરી પિતાનું ગૌરવ કરવાનું હતું પણ એ દિવસે હજી દૂર છે. જયારે આપણા ચારિત્રશીલ સેવક, કાર્યકરે, વિદ્વાને, કલાકારે અને સાહિત્યકારોની કદર કરતાં શીખીશું ત્યારે જૈન સમાજ નીડર, પ્રાણવાન અને જાગૃત રહેશે.