________________
લાલન પુષ્પવાટિકા
(૧૪૯) મહાન બધા, જબરજસ્ત પૂલે, સ્ટીમર, હવાઈજહાજો, પહાડે તેડીને કહેલા માર્ગો અને કાઢેલી રેલવે લાઈને, દરીયા પૂરીને બનાવેલ નગર અને ગગનચુંબી મહાલયે કલાત્મક મંદિરે આ બધું પણ મનુષ્યની કૃતિ છે, પણ આત્માની શોધ, જીવન દર્શન તેમજ આત્મશાંતિ એતે ગહન છે. તે માટે સાધના કરવી જોઈએ સાધનાથી સ્વર્ગ પણ સધાય છે.
મનુષ્ય એ મૂળ સૂત્ર છે, જગત એ સૂત્ર ઉપરનું ભાષ્ય છે,
માણસના આત્મા અને બ્રહ્માંડના આત્મા વચ્ચે કોઈ દિવાલ નથી. આ દિવાલ સ્વયંકૃત છે, અને તેથી તેને ટુંકાવવા લંબાવવા અથવા આવિષ્કારને અથે પુનઃ રચના કરવાને આત્મા શક્તિવાન છે.
એજ રીતે દિવ્ય બુદ્ધિ અને માણસની બુદ્ધિ વચ્ચે કઈ જાતને પડદે નથી. જ્યારે મનુષ્ય તેના અંતરતમ હદયમાં આધ્યાત્મિક બુદ્ધિ પામે છે, ત્યારે તે દિવ્ય બુદ્ધિના મબિંદુ સુધી પહોંચે છે.
પૃથ્વી તે મનુષ્યના પગમાં વડવાળીને સમાઈ ગઈ છે. તેના પગના તળીયામાં સમાઈ ગઈ છે. મનુષ્યને પગ