________________
(૧૫)
" પંડિત લાલન
એટલે બધે વિશાળ છે, કે જે તે આખા બ્રહ્માંડમા થાપવા માંડે તે આખું બ્રહ્માંડ Cosmos પૂરું થાય પણ પગ પૂરો ન થાય. પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થાય પણ પગ તે થાક નથી.
' કહીનુર હીરાની કીમત પાંચ કરોડ હેય તે કેહીનુર જોનાર ચક્ષુની કીંમત પાંચ અબજ ગણાય પણ દેહ રૂપી ઘરમાં રહેનાર જે આત્મ રત્નની કીંમત પાંચ પરાદ્ધ ગણાય ને! આત્મ રત્નને ઓળખીને અંત દષ્ટિ કરે તે આત્માની ઝાંખી થાય કે જેની કીમત અપરંપાર છે.
ભગવાન મહાવીર સ્વામી સાધના વડે આત્માના પૂર્ણ વિકાસને પહોંચ્યા એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીચ, અને અનંત ઉપયોગ એવા અનંતાનંત ગુણોની પૂર્ણતાએ પહોંચ્યા તે સાધન તે વિધાન તે ક્રિયા તે ચારિત્ર સામાયિક છે.
મહાત્મા બુદ્ધ માર કહે છે. મહમદ પયગમ્બર સેતાન કહે છે. મહાત્મા મંઝિઝ ડેવલ કહે છે.. શ્રીમદ્દ શંકરાચાર્ય માયા કહે છે. ઋષિ-મુનિઓ મેહ કહે છે. મહાત્મા કપિલ પ્રકૃતિ કહે છે.