________________
પંડિતની દષ્ટિ
( ૧૫૫ )
શ્રી શંકર પણ કહે છે કે–રસો હૈ સા અર્થાત્ આત્મા એ જ રસ છે. જેમ દાડમ, કેળાં, આંબા અને સંતરા એમાંના પ્રત્યેકમાં રસ છે પણ એ રસના વિવિધ પ્રકાર છે.
આ પ્રકારે જગતની તમામ વસ્તુઓ વિવિધ પ્રકારે પ્રત્યેક વ્યક્તિની છે. અને વિવિધતાની વિશાળતા આત્મા સમજે તે પૂર્ણાનંદને વિરોધ વિના આનંદ ભેગવી શકે.
જેમ છેક અરધે માતાને ને અરધે પિતાને નથી પણ આખે ને આખે માતાને ને આખે ને આખે પિતાને છે, તેમ પ્રત્યેક વરતુ એકની પણ છે અને બધાની પણ છે.
જે થાય તે સારાને માટે આ ઉપર એક બીજું દાંત પણ જાણવા જેવું છે.
કૌશામ્બી નગરીમાં અજીતસેન કરીને ચક્રવર્તી રાજા રાજય કરતા હતા. તેમના પ્રધાન સુબુદ્ધિ પ્રધાન તે હતા પણ સાથે મહારાજાના દિલેજાન દોસ્ત પણ હતા.
એક વેળા આમ્રફળ છેલતાં છોલતાં મહારાજાના હાથની આંગળી છલાણી પ્રધાનજી બોલી ઉઠ્યા કે “જે થયું તે સારાને માટે” મહારાજા આ ઉપરથી ગુસ્સે થઈ ગયા અને બીજા અમલદારને હુકમ કર્યો કે પ્રધાનને કેદમાં પૂરે જે વખતે પ્રધાનને કેદમાં લઈ જવામાં આવ્યા તે વખતે પ્રધાનજી બેલી ઉડ્યા કે “જે થાય તે સારાને માટે
શ્રોત્રુ બાંધ અને સુશીલ બહેને તમે સમજ્યા હશે