________________
પત્રબોધ
[૩૨] પંડિતજીએ તે જીવનમાં ઘણા ઘણા પત્ર લખ્યાલખાવ્યા હશે, પણ એ પત્રે કયાંથી મળે ! બે-પાંચ પત્રો મળ્યા છે તે આ ચરિત્રમાં આપ્યા છે એ પત્ર પણ આપણને પંડિતજીની વિદ્વતા અને જીવનદષ્ટિને પરિચય આપી જાય છે.
પંડિત લાલન C/o મીસીસ ચીમનલાલ નગીનદાસ
ખાનપુર, અમદાવાદ
તા. ૧૬-૧-૫૧ આત્મપ્રિય ધર્મબહેન શ્રી નારંગીબહેન તથા ચી. ભાઈ મણીલાલ,
આપને સવિનય જણાવવાનું કે લાલનની ભાવના અગાસમાં થોડો સમય રહેવાની અને ભક્તિવત્સલ બધુએના સહવાસની અત્યંત અગત્ય હૃદય પ્રદેશમાં જણાય છે.
ચર્મચક્ષુએથી વિશેષ દેખાતું નથી તેથી એક સહચર સાથે રહે છે એટલે ભેજનશાળામાં લાલનના રૂા. ૪૦) તથા સહચરના રૂ. ૩૫) આપીશ, આપ સદ્દગત્ પિતાશ્રીના મકાનના નીચેના રૂમમાં ગોઠવણ કરી શકાય તે કરવા કૃપા કરશે.