________________
સર્વે કામ
(
૭ ).
બન્ને સાથે જ રહેતા. પંડિતજીએ શુદ્ધોપચોગનું પુસ્તક પ્રગટ કર્યું ત્યારે તેમને બંનેને તે અર્પણ કર્યું. એટલું જ નહિ પણ સંવત ૧૯૬૦ માં તેઓ જ્યારે પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે તેમના માટે મુંબઈથી ખાસ લાલન પાલીતાણા ઓવ્યા અને તળાજા તેમની સાથે ગયા. અને પાંતજલ વેગમાંથી કેટલીક બાબતે કેશરવિજયજી અને વિનયવિજયજીને તેમણે શીખવી હતી. બનેના અંતરમાં પંડિતજીની પ્રત્યે લાગણી હતી.
લાલન સાહેબમાં જેમ નિસ્પૃહતા હતી તેમ તેમના સ્વભાવમાં વિનેદભાવ હતું. તેઓ સરલ બાળક જેવા હતા. તેઓ બીજાના દોષ જોવામાં અંધ હતા અને પરની નિંદા કરવામાં મુગા હતા, પરની નિંદા સાંભળવામાં બહેરા હતા. તેઓ પરનાં ગુણે જોતા ને રાચતા અને તેની તારીફ કરતા. તેમને કઈ દિવસ એ વિચાર નહિ આવ્યો કે દસ વીસ હજાર ભેગા કરી લઉં. તેઓ જ્યારે એમેસ્કિામાંથી ભારતમાં આવ્યા ત્યારે તેમના ખીસ્સામાં એક જ ગીની હતી.
તેમનું એક પુસ્તક અમેરિકામાં ટ્રેનમાં ક્યાંક રહી ગયું. તેમણે જયારે સ્ટેશન માસ્તરને પુસ્તકની વાત કરી ત્યારે માસ્તરને તેમણે કહ્યું કે પુસ્તક ઉપર લાલન નામ નથી પણ સર્વે જામ લખ્યું છે” એથી પુસ્તક મળી ગયું. સષામ એટલે એ પુસ્તક સહનું છે એ સાંભળી સ્ટેશન માસ્તર ખુશ થઈ ગયે.