________________
( ૮૮ )
પંડિત લાલન રૂ. ૧૩,૬૦૦ થયા અને માત્ર થોડા જ આપ્તજનેને આ ફાળે મને પ્રેરણા આપી ગયે,
પંડિતજીને અભિનંદન આપવા તથા તેમની આજસુધીની અનેકવિધ સેવાઓની કદરરૂપે તેમને રૂા. ૧૩૬૦૦ની થેલી સમર્પણ કરવા માટે કચ્છી જૈન સમાજ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રાણુ અને જૈન સમાજના ઘડવૈયા રા. શ્રી મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ સેલીસીટરના પ્રમુખપણ નીચે તા. ૩-૪-૪૮ ને રવીવારના રોજ એક સન્માન સમારંભ યોજવામાં આવે,
આ પ્રસંગે પંડિતજી પ્રત્યે આદર ધરાવતા કેટલાક ભાઈ બહેનેએ ભાવભર્યા પ્રવચને કર્યો. - જૈન સમાજમાં તેઓ પ્રસિદ્ધ વક્તા હતા. દસ-દસ હજાર માણસેની સભાને તે મંત્રમુગ્ધ કરી શકતા હતા. યુવક સમાજ તે તેમની પાછળ ગાંડો થઈને ભટકતે હતું ત્યારે સ્થિતિ ચુસ્ત વર્ગ તેમનાથી ભારે ભડકતે હતે. જૈન સુધાશ્કેમાં પંડિત લાલનનું સ્થાન અગ્રગણ્ય ગણાય. તેમનું આખું જીવન જૈન ધર્મના એક પ્રચારક તરીકે જ વ્યતીત થયું હતું. તેમણે જ્ઞાનની અખંડ ઉપાસના જ કરી છે. જ્યાં જ્યાં તેમને સત્ય દેખાયું, ધર્મસાધના દેખાઈ, અદયાત્મ ઉપાસના જોવામાં આવી ત્યાં ત્યાં તેઓ ગયા છે અને સાર સાર ગ્રહણ કરે તેમજ અસત્યની ઉપેક્ષા કરવી આવી તેમની સમભાવ તેમજ સદ્ભાવ ભરી જીવનવૃત્તિ બની રહી છે.