________________
આત્મશક્તિને આવિર્ભાવ
[ ૨૯ ] શ્રી વીસનજીભાઈ જેતશીભાઈ મારા પરમ સનેહી પરમ હિતેષી આજ રર-૨૦ વર્ષથી શ્રી અરવિંદ આશ્રમમાં કુટુંબ સહિત રહે છે અને વિશ્વમંગળના મહાન તિર્ધર શ્રી અરવિંદ મહર્ષિના પરમ ભક્ત બની ગયા છે, પૂજ્ય માતાજી મીરાં માતાના આશીર્વાદ મેળવી જીવન ધન્ય બનાવી રહ્યા છે. પણ આ આશ્રમને નાદ તેમને જગાડનાર તે આપણા પંડિત લાલન છે, જેમણે વર્ષો પહેલા હુબલી અને ગદગમાં ધ્યાન અને યોગના પ્રયોગો દ્વારા શ્રી વીસનજીભાઈને આત્માને જગાડી દીધા હતે.
શ્રી વિસનજીભાઈ રૂ બજારના રસીયા ગણાતા, સુપ્રસિદ્ધ વ્યાપારી હતા. હુબલી સંઘના આગેવાન હતા અને સેવાપ્રેમી સજજન હતા ૧૩૦૦૦ કચ્છી દશા ઓશવાળ સમાજના ભાઈ બહેનેમાં આ એક જ આત્માને ભેગની ચીનગારી લાગી અને તેઓ સમૃદ્ધિની છેળામાંથી સાધનાના માર્ગે પડીચેરી દેડી ગયા અને પંડિતજીના સત્સંગથી તેઓએ પિતાના જીવનને ઉજવળ બનાવ્યું એટલું જ નહિ પણ કુટુંબના બધાને એ પવિત્ર-ઉચ્ચ-આનંદ મસ્ત-પ્રેરણાત્મક વાતાવરણમાં મૂકી દીધા અને આજે પણ તેઓ આશ્રમના અંતેવાસી બની ગયા છે.