________________
( ૧૪ )
પંડિત લાલન
આ સંસારની મોહજાળમાં ફસાયે છું એમાંથી વિમુક્ત થવા પ્રયત્ન કરી જોઈએ. ત્યારપછી તે હું અલ્પાંશે પણ આ આધિ-વ્યાધિ અને ઉપાધિથી નિવૃત્ત થવા પ્રયાસ કરી રહ્યો હતો અને થોડા જ સમયમાં મેં નિવૃત્તિને નિર્ણય કરી લીધું. આજે પણ એ તેજસ્વી ચહેરે મને યાદ આવે છે. અને તેમને ચિદાનંદ સ્વરૂપ આત્મા મને પ્રેરણા આપી જાય છે.
તેમના વચનામૃતેને આત્માનું દર્શન એવું ભવ્ય હતાં કે મારા અંતરને હચમચાવી દેતા અને તેની ચેટને પ્રતાપ હું નથી ભૂલી શકતો.
જીવનમાં કેટલાએ પ્રસંગે આવ્યા અને ગયા. કઈ કોઈ પ્રસંગે તે હું લપસવાની અણી ઉપર હતું ત્યારે એ મધુર અવાજ અને આત્માની અનંત શક્તિને સંદેશ હું સાંભળતો અને મારી જાતને બચાવી લેતે વ્યવહારના પ્રસંગમાં લેભ, લાલચ અસત્ય તથા વાસનાઓ જ્યારે જેર કરતા ત્યારે પંડિતજીની સુધાભરી વાણું યાદ આવી જતી. મને રોમાંચ થતું. અને હું આત્માની શક્તિને પરચા પામી જતે અને બચી જતું. અને આત્માની ઉચ્ચતા મેળવતે.
સચ્ચિદાનંદને આત્મભાવ આ રીતે સૌ મેળવીએ જીવન ધન્ય ધન્ય બની જાય.