________________
( ૧૪૨ )
પંડિત લાલન
સાચું લક્ષણ-અનંતજ્ઞાન-અનતિદર્શન-અનંત ચરિત્ર-અનંતવીર્ય છે તે આપણે ઓળખી શકતા નથી આ આત્મા પિતાના સ્વભાવમાં રહી તમામ વિભાવિક જે કરમના લક્ષણે હોય વિષય અને કથાના લીધે થયા હોય થતા હોય તે સર્વને જીતી લે અશક્ત કરી લે અને કેટલાકનો નાશ પણ કરી દે છે, આત્મ લક્ષી મહાત્મા આનંદઘનજી મહારાજે કહેલ છે કે “ સત્તા થલમે મોહ વિદારત લાગે કાચી દેય ઘડી” આવા આત્મ લક્ષી વિવેચને રજ રજ થતાં અને પંડિતજી તે દૃષ્ટાંતે દ્વારા એવી મધુર વાણીમાં સમજાવતા કે બધા ગ્લાવિત થઈ જતા. આ બધાની મારા ઉપર ભારે અસર થતી અને આ રસપ્રદ ચર્ચા છોડીને ઉઠવાનું મન થતું નહિ.
બપોરના જમ્યા પછી ફરી ચર્ચા વિચારણા માટે બેસતા પંડિતજી તે એવા વિચારક હતા કે નવનવી દષ્ટિથી સમજાવતા અને ચર્ચામાં રસ જામે તે રીતે બધાને ઉદ્દેશીને વાતે રૂપે આત્મ દૃષ્ટિ આપી દેતા.
એક દિવસની વાત છે. આત્માની અનંત શક્તિનું વિવેચન એવું તે રસપૂર્વક કર્યું અને બધાને એવી ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ ગયા કે બધાના હદય નાચી ઉઠયા.
મારા ઉપર આ વિવેચનની ભારે અસર થઈ અને મારામાં પણ અનંત શક્તિ છે તે જાણે પ્રત્યક્ષ થતું હોય તેમ એવી પ્રેરણા થઈ કે આ મુઠી ઉપાડી ભીંતને લગાવું તે ભીંત તૂટી પડે. લાલનસાહેબને આ મારી પ્રેરણા વિષે પૂછયું. આત્માની અનંત શક્તિમાંથી આ તે એક બિંદુમાત્ર