________________
અવસર બેર બેર નહિ આવે
[ ૧૮ ] પંડિત લાલન અમેરિકા જઈ આવ્યા, લંડન જઈ આવ્યા અને હિંદના નાના-મોટા શહેરમાં ફરી ફરીને યાત્રા પ્રવાસે કર્યા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં જ્ઞાનની ગંગા વહેવડાવી, જાગૃતિના પૂર રેલાવ્યા, પ્રકાશના દીવડા પ્રગટાવ્યા અને ધ્યાનની મસ્તી જગાવી. હજારો સ્ત્રી-પુરૂષ, યુવાને અને કુમારના હદયે ધર્મપ્રભાવનાથી મઘમઘતાં બનાવ્યા અને અધ્યાત્મ જ્ઞાનની સૌરભ પ્રગટાવી. આજે પણ પંડિ. તજીની મધુર મધુર અમૃતભરી વાણી અનેક હદયમાં ગુંજે છે અને જીવનની ધન્યતા અનુભવાય છે.
પંડિતજીની સુધાભરી વાણી અને યાન વિષય ઉપર પિતે કરેલ વિવિધ લક્ષી વિવેચન તેમજ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની કળાને એક પ્રસંગ પંડિતજીના પરમ ભક્ત પરમ સનેહી આપ્તજન શ્રી વિસનજીભાઈ જેતશીભાઈ આપે છે તે આપણને પ્રેરણાના પીયૂષનું પાન કરાવી જાય છે.
પૂજ્ય લાલનસાહેબ ઘણા વર્ષો પહેલાં હુબલી પધાર્યા હતા. આ વખતે પર્યુષણના દિવસે હતા. પયુંષણ આનંદપૂર્વક પૂર્ણ થયાં. તપશ્ચય આદિ સારા પ્રમાણમાં થયાં. વ્યાખ્યાનમાં આનંદ આવ્યો.