________________
અવસર બેર બેર નહિ આવે
(૧૩)
છીએ અને તેમાથી પરમાત્મા પ્રત્યેના ભાવમાં જવા માટે કર્મોને છેડીએ એ કર્મોને છોડવા માટે નીચેની ભાવના ભા. સુખ પર ધીમહી, સત્ય પર ધીમહી, અચૌર્ય પરે ધીમહી. બ્રહ્મચર્ય પરં ધીમહી, આત્મલક્ષમીય પરં ધીમહી.
આ ભાવનાઓએ શ્રોતાઓને પ્લાવિત કરી દીધા. ધ્યાનમાં મગ્ન બધા આત્મશુદ્ધિ અને આત્મશાંતિ તથા આત્મ જ્યોતિ અને આત્મ પ્રકાશમાં ઝબકોળાઈ ગયા, અને આનંદની લહેર લહેરાણી.
આ વિવેચન પૂરું થયું અને પંડિતજીએ જગતના માન પ્રત્યે સ્ત્રી પુરૂષ તરફ કેવી ભાવના રાખવી તે બદલ નીચેનું પદ પ્રેમપૂર્વક ગાયું અને સૌને ગાતાં કરી મૂક્યા. મેટી તે સહુ માતૃતુલ્ય ગણું હું, છોટી ગણું પુત્રીઓ; જે હોયે સમવર્ષ મુજતણું, તેને ગણું ભગીનીઓ. મેટા તે સહુ પિતૃતુલ્ય ગણું હું, છોટા ગણું પુત્રવત; જે હેયે સમવર્ષ મુજતણા, તેને ગણું બંધુઓ, એવી માનવ માત્રમાં મુજ થશે, પ્રીતીતણી વૃષ્ટિએ; આ કાલે મુજને કરી કૃપા, પ્રભુ આશીશ એવી દીએ,
આ પદ ગાઈ રહ્યા પછી પંડિતજીએ પ્રાણી માત્ર તરફ ક્ષમાભાવ–પ્રેમભાવ-મિત્રભાવ-અવેરભાવ દર્શાવવા ગંભીરતાથી લેક રજુ કર્યો અને તે પણ શ્રોતાજનેએ ઝીલ્યો.
ખામેમિ સવ્વ છવા, સવ્વ છવા ખમતુ મે; મિત્તિએ સવ્ય ભુએસ, વેરે મજજ ન કેણહી.