________________
અવસર બેર ઘેર નહિ આવે
( ૧૩૫ ). ભૂમિ પર લઈ આવ્યા. તીર્થાધિરાજના દર્શન માટે જય તલાટી અને ધનવશી ટુંકના દર્શન કરાવી પગલે પગલે વિસામે વિસામે કુડે કેડે ભાવનાઓને ઉચ્ચ બનાવતા બનાવતા જે તીર્થપતિ દાદાના દર્શનથી કરડે આત્માએને ચિરંતન શાંતિ મળી છે અને જેના મઘમઘતા પવિત્ર વાતાવરણ જગતના માનવીઓને દૂર-સુદર પ્રદેશેમાંથી આકર્ષી રહેલ છે તે શ્રી આદીશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજાતેજના અંબાર સમી અલૌકિક જ્યોતિર્મયી ચમત્કારી મૂર્તિના દર્શન કરાવ્યાં અને સભાગૃહના તમામ ભાઈ બહેને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેવું પવિત્ર વાતાવરણ સર્જાઈ ગયું.
પંડિતજીએ જ્યારે પૂર્ણાનંદમયં મહદયમયના લેાકથી વાતાવરણ પવિત્ર બનાવી દીધું ત્યારે હૃદયે હદય નાચી ઉઠયું પંડિતજી તે દાદાના દર્શનમાં એક તાન બની ગયા અને હુંબલીમાં શત્રુંજય અને તીર્થપતિ દાદાના સભાજનેને દર્શન કરાવ્યાં.
' પંડિતજીને ભક્તિભાવ આ સમયે ખૂબ જાગી ગયો હતું અને ધ્યાનમાં મસ્ત હતા. સભાજને દાદાના દરબારમાં જ ઉભા છે અને દાદાની અલૌકિક મૂર્તિના દર્શન કરી સૌ પાવન થઈ રહ્યા છે. એ દશ્ય ખરેખર ભવ્ય હતું.
સભાજને તે અમૃતપાન કરી રહ્યા હતા. પંડિતજી પણ ધ્યાનના પગલે પગલે ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. સભાજનેને પણ પિતાની સાથે ઉચ્ચ ભૂમિકા તરફ દેરી રહ્યા હતા,