________________
( ૧૩૬)
પંડિત લાલન
આ પછી સમવસરણનું ધ્યાન કરાવ્યું. આ ધ્યાન તો અદ્વિતીય-અનુપમ અને ભવ્ય હતું. આપણે સમવસરણમાંજ બેઠા છીએ. ભગવાન પધાર્યા છે. દેવ અને દેવીઓ નમસ્કાર કરે છે. રાજા-મહારાજા શેઠ-શાહુકાર આમજનતા સ્ત્રી-પુરૂષ અરે પશુ-પંખીઓ બધા સમાન ભાવે બેઠા છે. ભગવાનના અમૃત વચને બધા સાંભળે છે, તે તૃપ્તિ અનુભવે છે, આનંદની લહેર લહેરાણ છે, ભગ વાનના દર્શનથી આત્મા પ્લાવિત બન્યા છે.
આ દશ્ય તે એટલું બધું મને રમ હતું કે સભાજને સમવસરણમાં જ બેઠા છે, અને સમવસરણના દર્શન કરતાં ધરાતા નથી. પંડિતજીની સુધાભરી વાણીમાં એ ચમત્કાર હતું અને તે બધાને મુગ્ધ કરી જતો.
પછી પંડિતજી તે કલ્પનાના વિહારમાં ઉડવા લાગ્યા અને શ્રોતાજનેને ક્ષીર સમુદ્રના ધ્યાનમાં લઈ ગયા, પંડિતજી ક્ષીર સમુદ્ર પાસે પહોંચી ગયા છે. બધાને ક્ષીર સમુદ્રના દર્શન કરાવ્યા છે. ક્ષીર સમુદ્રમાં વચ્ચે હજાર હજાર પાંખડીઓ વાળું સેનાનું કમળ દેખાય છે, તે ખૂબ ઉંચે ઉંચે છે. તે કમળની કરણુક ઉપર સ્ફટિકનું સિંહાસન છે તેના ઉપર લાલન ઉભે છે અને બધા શ્રોતાજને પણ ઉભેલા . કેવું મને રમ્ય ધ્યાન! કેવું અનુપમ દશ્ય! કેવી કલ્પના! કેવી ધર્મ ભાવના !
આપણે બધા એવી ભાવના ભાવે. હૃદયના અંતરતમ ભાવથી ભાવે કે બહીરઆત્મ ભાવ છોડીને અંતરાત્મા