________________
તેરાપંથીને આક્ષેપ
( ૧૨૫ )
મુલતવી રાખ્યું છે પરંતુ હજી સુધી આપનું આવવાનું થયું નથી. માટે નીચેની બીના સહજ પ્રસ્તાવનારૂપે લખાવું છું.
esotel The society for the study of religions. આ સભાને લાલન વર્ષો થયાં મેમ્બર છે. અમે હાલ છેલલા ચાર વર્ષો થયાં વિશ્વ ધર્મ પરિષદ World's congress of Faiths, દુનિયાના પ્રખ્યાત શહેરોમાં મેળવી રહ્યા છીએ,
આ સોસાયટીને હેતુ એક ધર્મના સંપ્રદાયે અને તેના વિભાગમાં સમાનતા કયાં છે? તેને પ્રત્યેક મેમ્બરે યથાશક્તિ વિચાર કરવો જોઈએ.
પરિષદને હેતુ એ સંપ્રદાયે આખા ધમને પરિસ્પર કેવી રીતે સહાય કરી શકે અને લઈ શકે. તેમને તેના વિભાગે એટલે ઉપાંગો એક-બીજાને મદદ કેમ કરી શકે ! એ હેતુથી દરેક મેમ્બરે યથાશક્તિ પ્રયત્ન કરી જોઈએ.
આ દષ્ટિથી તેરાપંથને અભ્યાસ યથાશક્તિ પ્રત્યક્ષ અને પક્ષ લાલન કરે છે, અને અત્યાર સુધી એવું જણાયું છે કે આપણા ત્રણે સંપ્રદાયમાં તેમજ શ્રીમદના વિચારોમાં પરસ્પર વિરોધ કયાં છે. એને અભ્યાસ થતો હોવાથી એક-બીજાની નિંદા અને સમાજબળને હાસ થયા કરે છે. પરંતુ એક-બીજાને Agreements મળતાપણું-સમાનતા કયાં છે. એ જોવાની અગત્યતા છે કે નહિ તે આપ વિચારી જેશે.