________________
પંડિત હાલનની વિશિષ્ટતા
( ૧૨૯) બહેનેના સંપર્કમાં આવ્યા. ત્યાં ધર્મ શિક્ષણના વર્ગો શરે કર્યા. ધર્મના દીવડા અમેરિકામાં પ્રગટાવ્યા.
માતૃભૂમિમાં આવ્યા અને જગ્યાએ જગ્યાએ વ્યાખ્યાનો આપવા લાગ્યા. તેમની વાણમાં જાદુ હતું. શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. એવી મીઠી-મધુર વાણી કે શ્રોતાઓ શાંતચિત્તે સાંભળ્યા જ કરે બસ સાંભળ્યા જ કરે.
જૈન કોન્ફરન્સ કે દક્ષિણ મહારાષ્ટ્ર પરિષદ, ધર્મ શિક્ષણ સંઘ કે કોઈ સભાનું સંમેલન વિદ્યાર્થીઓની સભા, જ્યાં જ્યાં તક મળે ત્યાં પંડિતજી પહોંચે અને ચમત્કાર સજી શકે. વિરોધીઓ પણ શાંત થઈ જાય એવી તેમની મધુર વાણી હતી.
પંડિતજી લગભગ ૮ ભાષાઓ જાણતા હતા. કદી કામ વિનાના હોય જ નહિ. અરે હજામત કરાવતાં કે આવ્યું તે તેમની સાથે વાત કરવા મંડી પડે. હજામતના પિસા કરાવે નહિ. હજામ રાજી થઈ જાય તે આપે ને આનંદ આનંદ માને.
બાળકો તેમને ખૂબ ખૂબ વહાલાં હતાં. તેમની સાથે ખૂબ આનંદ કરે અને બાળકને આનંદ તો કરાવે પણ વાતવાતમાં બેધક ટુચકાથી બાળકે ને સુસંરકારે આપે, બાળક સાથે એવા પ્રશ્નોત્તર કરે કે બાળકો પણ ખીલે. બાળકને ગુરૂ બનાવે અને પિતે શિષ્ય બનીને વાત કરે અને તેમાં ખૂબ રસપૂર્વક ભાગ લે. બાળકને બીસ્કીટ,