________________
પંડિત લાલનની વિશિષ્ટતા
[ ૨૭ ] પંડિત લાલનના જન્મ સમયે કાન્તિની ચીનગારીઓ ભારતમાં પ્રસરી રહી હતી ત્યારે બાળ લાલન જન્મ સમયે રડવાને બદલે હસતા પુષ્પ સમા હસી રહ્યા હતા. અને પિતાની ઈચ્છા તેને ધનેશરી બનાવવાની હતી. ત્યારે ભાઈ તે ધનને માટી માની પઢશરી બન્યા. સુધરાઈના દીવાએ વાંચી વાંચીને જીવનભરના વિદ્યાથી બની ગયા. મેટ્રિક સુધી ભણ્યા પછી રૂા. ૧૧ ની નેકરી મળી. વાંચનની ભારે ભૂખ એટલે રાત-દિવસ વાંચન ચાલુ રાખ્યું. સદા અભ્યાસી રહ્યા અને ટયુશને આપવા લાગ્યા. માસિક દસના ૩૦૦) કમાવા લાગ્યા છતાં એ જ સાદાઈ, એ જ સતેષ, એ જ જ્ઞાનદષ્ટિ, એ જ શાંતિ.
શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી અમેરિકા વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મને સંદેશ આપવા ગયા. અને પંડિતઅને અમેરિકા જવાની તમન્ના જાગી. આપ્તજનેને મળ્યા ને બીજે જ અઠવાડીએ ઉપડી ગયા. અમેરિકામાં બે-ચાર મહિના રહેવાય, પણ પંડિતજી તે ચાર વર્ષ રહ્યા અને જગ્યાએ જગ્યાએ અહિંસાને સંદેશ આપે ત્યાંના ભાઈ