________________
તેરાપંથીને આક્ષેપ
- [ ૨૬ ] પંડિત લાલન એવા સરળ, સૌમ્ય અને શાંત પ્રકૃતિવાળા હતા કે જ્યાં જ્યાં સદ્દગુણે જુએ, સદાચાર જુએ, મૈત્રીભાવના જુએ, વિશ્વપ્રેમ જુએ અને જ્યાં ઉચ્ચ આત્માએ જુએ ત્યાં તેમનું મન નમી પડે. તે જબરા ગુણગ્રાહી હતા. તેમની દ્રષ્ટિ જ એવી પવિત્ર હતી કે સાધુ-મહાત્માઓના દર્શનથી તે ધરાતા નહિ. તેમની સાથે ધર્મવાર્તા કરીને આનંદ માણતા. તેમના હૃદયના ભાવેને જગવતા, અને નિજાનંદી રહેતા હતા.
પંડિતજી એક વખત તેરાપંથીના આચાર્યને મળ્યા. તેરાપંથની એક્યતા, ચારિત્ર અને સાધુ સંસ્થાની સુવ્યવસ્થા તેમને ગમ્યા. તે ગુણેની તેમણે પ્રશંસા કરી. તેમાં કેઇના ઉપર આક્ષેપ નહોતે, તેવી કે વૃત્તિ નહતી. જે કાંઈ સારૂં દેખાયું તે સારા સવરૂપે રજુ કરવાનું પિતાનું કર્તવ્ય સમજી તેમણે તેની માત્ર પ્રશંસા કરી હતી, પણ તેને છેષ એ કે આટલું પણ સહન ન થઈ શકયું. આ વિચારો દર્શાવવા માત્રથી એવી વાત કહેતી મૂકવામાં આવી કે લાલને તેરાપંથની દીક્ષા લીધી છે. આ વાત તે ઉપજાવી