________________
આત્માવ બેધ [ ૨૪ ]
આજથી સુડતાલીસ વર્ષ પહેલાં સને ૧૯૧૨ માં પંડિતજીએ આત્માવ એષ કુલક-આત્મજ્ઞાનની પુસ્તિકા પ્રકાશિત કરી. આ ગ્રંથ રત્ન શ્રીમદ્ જયશેખરસૂરિજીએ રચ્યા છે. તે માગધી ભાષામાં છે. બનારસ પાઠશાળાના એક અભ્યાસીએ તેને સસ્કૃતમાં છાયા કરી અને શબ્દાર્થરૂપ અનુવાદ એક મુનિ–મહારાજે કરેલી. આ ગ્રંથના ૪૩ શ્લોકા ઉપર એવું મનનીય વિવેચન પંડિત લાલને કર્યુ છે કે તેમની અધ્યાત્મ દૃષ્ટિના અહીં પરિચય થાય છે. આ પુસ્તક ગુણાનુરાગી, શાસનપ્રેમી, મેવાડ-છેાટી સાદડીના શ્રીયુત્ શૈક ચંદનમલજી નાગેરીને અર્પણ કરવામાં આવ્યુ' છે.
આ પુસ્તકમાં આત્મજ્ઞાન મેળવવા માટે અનેક પ્રકાર આપ્યા છે અને આત્મજ્ઞાનથી જીવને શે। લાભ થાય છે વગેરે સમજાવવા પંડિતજીએ ઠીક શ્રમ લીધેા છે. ફ્રૂટ પૃષ્ઠના વિવેચનના સાર આપવામાં આવે તે પણ ઘણા પૃષ્ઠો રોકવા પડે. તેથી પતિજીના વિવેચનમાંથી થાડી અમૃતબિંદુએ સમા માતીએ વાચકોના લાભાથે-આત્માથે આપવામાં આવે છે,