________________
( ૧૧૬ )
પંડિત લાલન બાળકેને પ્રથમ ધાર્મિક શિક્ષણ આપવા માટે આ પુસ્તકે ઘણા લાભદાયી થઈ પડયાં હતા.
આ ત્રણે પુસ્તિકામાં પંડિતજીએ જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન, ધર્મજ્ઞાન પૂર્વક વિધિ, આચાર, ધમનિતિ વગેરે બહુ સરળ રીતે આપવામાં આવેલ છે. આની કીમત પણ એક આને અને દેઢ આને રાખવામાં આવી હતી.
આ પુસ્તિકાઓ વિષે મુનિમહારાજ શ્રી કાંતિવિજયજી (પ્રવર્તકશ્રી) મુનિ મહારાજશ્રી હંસવિજયજી, શ્રી નાનચંદજી મહારાજ, મુનિમહારાજ શ્રી પૂરવિજયજી, મુનિમહારાજ શ્રી કેશરવિજયજી, મુનિ મહારાજ શ્રી મણિવિજયજી આદિએ ઘણા પ્રશંસનીય અભિપ્રાયો આપ્યા હતા. જૈન કોન્ફરન્સ હેરડે તે બે પૃષ્ઠમાં સુંદર સમાચના કરી હતી, જૈન વિવેક પ્રકાશમાં પણ સમાલોચના આવી હતી, બીજા પણ ધર્મ પ્રેમી ગૃહસ્થના સારા અભિપ્રાયે આવ્યા હતા.
૫૫ વર્ષ પછી આજે તે ધાર્મિક શિક્ષણમાં ઘણી સારી જાગૃતિ આવી છે, જગ્યાએ-જગ્યાએ પાઠશાળાઓ થઈ છે, બહેને અને બાળાઓ પણ ધાર્મિક શિક્ષણમાં ભાગ લે છે. આપણે ૫૦–૬૦ જૈન શિક્ષણ સંસ્થાઓ, ગુરૂકુળ-બાલાશ્રમ-વિદ્યાર્થી ગૃહમાં હજારો વિદ્યાર્થીઓને તે પદ્ધતિસર ધર્મ શિક્ષણ આપવામાં આવે છે.
મુંબઈમાં તે શ્રી ધાર્મિક શિક્ષણ સંઘની પેજના અને પ્રેરણાથી બધી અઠશાળાઓ એક જ પ્રકારને પાઠ્યક્રમ ચલાવે છે. તેમાં સૂવે, સૂત્રોના અર્થ, ભાવાર્થ, રહસ્ય,