________________
( ૧૧૮ )
પંડિત લાલને
ત્યારથી શિક્ષિત વર્ગમાં જૈનધર્મનું જ્ઞાન પ્રસરે તેવા પ્રયાસ થાય છે. આ સંસ્થાએ કેટલી પ્રગતિ કરી એને જયારે વિચાર કરીએ છીએ ત્યારે માલુમ પડે છે કે ધાર્મિક શિક્ષણ ક્રિશ્ચિયન આદિમાં ખૂબ ફેલાવા પામી છે એટલે આપણે આપણા સમાજમાં પ્રચાર કરી શક્યા નથી. તથાપિ ધીમે ધીમે જે પ્રગતિ થઈ રહી છે તે અનુમોદન કરવા જેવી છે. ધર્મનું સ્થાન આપણા જીવનમાં ક્યાં છે એ આપણે સમજવું જોઈએ. ધર્મ વ્યવહારિક શિક્ષણનું વિરોધી નથી. પરંતુ સદ્દવ્યવહાર એ ધમને જ અંશ છે. - શ્રી હરિભદ્રસૂરિ ધર્મબિંદુના પ્રારંભમાં જ કહે છે કે ધર્મ એ કલ્પવૃક્ષ છે, તે ઈચ્છિત ફળ સર્વને આપનાર છે.
ધનાર્થીને ધન આપનાર, કામાર્થીને સુખ આપનાર અને પરંપરાથી ધર્મ એ મનુષ્યને મોક્ષને સાધક છે. જીવનમાં એનું સ્થાન સર્વથી મુખ્ય હેવું જોઈએ. ધર્મ આપણા શરીરમાં રહેલા આત્માથી સાધ્ય થઈ શકે છે. બીજી કઈપણ રીતે ધર્મને ઉગમ નથી માટે શરીરને પણ સુદઢકરવું જોઈએ.
શ્રી તીર્થંકરદેવ પણ મનુષ્ય દેહધારી હોય છે અને એમનું શરીર એ પણ આપણને આદર્શરૂપ હોવું જોઈએ. વજ એટલે વિમાનમાંથી પર્વત ઉપર પડે તે પર્વતના ચૂરેચૂરા થઈ જાય તેવું શરીર, સુદઢ, મજબૂત, શક્તિશાળી, તંદુરસ્ત બધા બનાવી શકે છે.
ધર્મનું વર્ચસ્વ માત્ર આ જીવન સાથે સંબંધ ધરાવે છે એટલું જ નહિ પરંતુ હવે પછીના જીવન સાથે પણ