________________
ધર્મ-શિક્ષણ
( ૧૧૯ )
સંબંધ ધરાવે છે. તે પણ મોક્ષ મેળવવા સુધી આ વસ્તુ સમજવી તેનું નામ ધર્મ, ધર્મ અને જીવન જુદાં જુદાં હોઈ શકે નહિ.
એટલું જ નહિ પરંતુ મોક્ષને પણ સાધ્ય તરીકે સ્થાપિત કરી આત્મામાં રહેલી અનંત શક્તિઓની પૂર્ણતા ધર્મ દર્શાવે છે, તેમજ આપણને આત્માની અનંત શક્તિનું દર્શન કરાવે છે, અને જગતના જીવમાળને શાશ્વત શાંતિ અને મુક્તિ અપાવે છે.
મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણાય પરંતુ આપણા શરીરમાં રહેલા આત્માનું જીવન અનાદિ અનંત છે, એ અખંડ જીવનને સર્વ પ્રકારના સુખ આપનાર ધર્મ જ છે, ધર્મ મનુષ્યને સ્વાશ્રયી બનાવે છે. આપણાં બાળકોને નાનપણથી જ ધર્મના સંસ્કાર આપવા જોઈએ. માતા સે શિક્ષકની ગરજ સારે છે, બાળક ગર્ભમાં આવે ત્યારથી માતાએ ઉચ્ચ વિચાર કરવા જોઈએ.
છ વર્ષમાં તે બાળક ઘણું ઘણા સંસ્કાર મેળવી
છે, માતા પિતાએ બાળકનું જીવન ઘડતર કરવા ઉચ્ચ જીવન જીવવું જોઈએ. ધર્મમય જીવન જ બાળકને સુસંસ્કારે આપી શકશે. ધમ શિક્ષણ પણ બાળકોને પદ્ધતિ પૂર્વક રસમય રીતે અપાવું જોઈએ. તે માટેના સરળ પાઠ્યપુસ્તકે જરૂરી છે.
બીજું વ્યાખ્યાન તા. ૧૯-૭-૩૯ ના દિવસે પ્રેમાભાઈ હાલમાં જ જવામાં આવ્યું હતું, ધર્મ કયાં છે?