________________
( ૮ )
પંડિત લાલન લાલનને પરિચય કરાવ્યો. અને પ્રથમ દર્શને હું તેમને ધર્મપિતા માનવા લાગ્યા. તેમના સત્સંગથી મારા જીવનમાં પ્રાણ પૂરાયા અને સેવાને યજ્ઞ આરંભવા પ્રતિજ્ઞા કરી.
પંડિતજી તે સાધુચરિત્ર હતા. તેઓ ટયુશન આપી. ઘરસંસાર ચલાવતા. પણ કઈ કઈ વખત તે કાલે શું કરવું તેની ચિંતા પણ રહેતી. પરિગ્રહ વધારવાની વિરૂદ્ધ હતા. કેઈ માગનાર પછી તે ગમે તે હેય મળી જાય તે પિતાની વહાલી વસ્તુ પણ આપી દેવામાં આનંદ માનતા.
હું હમેશાં પંડિતજીના ગૃહવ્યવહારની ચિંતા કરતે અને પંડિતજીના તેમજ મારા આપ્તજને - સનેહીજને ને ભક્તજને પાસેથી રોટી મેળવી લેતે.
- સં. ૧૬૯ માં મેં મારા પરિવાર માટે મઢડામાં શિવસદન શરૂ કર્યું. મારા લઘુબંધુ કુંવરજીએ બળદે લાવી ખેતી શરૂ કરી અને શ્રમદ્વારા રેટીને પ્રશ્ન ઉકે.
શિવસદન ઘણા મિત્ર ને સનેહીજનનું પ્રિય નિવાસસ્થાન બની ગયું. પરિવારની પેટીને પ્રશ્ન ઉકેલ્યા પછી સેવાશ્રમ, ભારત મંદિર, પરિશ્રમ મંદિર આદિનું નિર્માણ થયું. અને રાષ્ટ્રીય આંદોલનને વેગ આપવા માટે વણાટશાળા અને રેટીયાશાળા વગેરે પ્રવૃત્તિઓ પણ શરૂ કરી.
સં. ૧૯૭૫ માં પંડિતજીના ધર્મપત્ની શ્રી મોંઘીબાઈને સ્વર્ગવાસ થયે. હું તેમને મઢડા શિવસદનમાં લઈ આવ્યું. તેઓને શાંતિપૂર્વક રહેવાની તથા જમવા વગેરેની વ્યવસ્થા પણ શિવસદનમાં થઈ ગઈ. તે શિવ