________________
-
- -
( ૧૦ )
પંડિત લાલન પંડિતજીની ઉંમર આટલી મોટી હોવા છતાં અને વૃદ્ધાવસ્થાનું આક્રમણ હોવા છતાં એમનામાં તેજસ્વીતા છે. એ તે જ ધર્મનું તેજ છે જે ધર્મશીલ હોય છે તેનામાં વરતા હોય છે. જે સાચે જ્ઞાની હેય છે તેનું તેજ વૃદ્ધા વસ્થામાં ઘટતું નથી. શરીર ભલે ક્ષીણ થાય પણ તે જ તે વિશેષ પ્રજવલિત થાય છે. આ પ્રભાવ ધર્મને-વીરત્વનેજ્ઞાનને છે.
એમના ગુણ આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે.
એમનું અવશિષ્ટ આયુષ્ય સ્વાધ્ય અને આરોગ્ય પૂર્ણ રહે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે.”
પંડિતજીનું આ રીતે ભવ્ય સન્માન થાય. પુશ્ય પુરૂષ શ્રી કેદારનાથજી જેવાના મંગળ પ્રવચને થાય અને પંડિ. તજી ૯૧ વર્ષની ઉંમરે પણ પિતાની સાધનાની મંગળ કામનાઓ વાંચે છે તે કેવું મંગળમય ગણાય !
આજે પણ પંડિતજીને આત્મા જયાં હશે ત્યાં પિતાને મંગળ સંદેશ આપતા હશે ને હજારે હૃદયેને પ્રેરણાના પીયૂષ પાતા હશે.
હું તે તેમને પુત્ર-શિષ્ય અને બાળક આજે પણ ૮૦ વર્ષની ઉંમરે તેમના સુધાભર્યા અમૃતવચને યાદ કરી મારી જીવનયાત્રાને સફળ બનાવી રહ્યો છું.
હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું.