________________
( ૧૦૪ )
પંડિત લાલને
જાત દ્વારા અને માનવ જાતની રાજસત્તા રૂપે પ્રત્યેક મનુષના અંતઃકરણમાં પડઘો પાડે છે.
ફરી ફરીને એમના કહે છે કે માણસ અને પ્રભુના મન વચ્ચે કે દીવાલ અથવા અંતરાય નથી. ઉપસંહા૨માં કવિ કેવું સવદેશીય સત્ય કહે છે – In me there shines, The soul of whole. Encentring and, Encircling all, Twixt god & man, There is no wall. Effect and cause, In me ever roll.
અર્થાત–મારે વિષે સર્વમાં મધ્યબિંદુ રૂપ અને સર્વને ફરી વળતે સમસ્તને આત્મા પ્રકાશે છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કઈ દીવાલ નથી. મારે વિષે કાર્ય અને કારણની ઘટમાળ સદૈવ ચાલે છે.
આ માનવગીતા શ્રી લાલન સાહેબે ૨૧ જાન્યુઆરી ૧૯૦૦માં લીલી ડેઈમ ન્યુયેક યુ. એસ. એ. માં લખી છે. આ માનવગીતામાંના થેડા જ અવતરણે સૂત્રે જેવાં છે. અને આપણા જીવનના દર્શન માટે માર્ગદર્શક થઈ પડે તેવા છે. એ રને હૃદયમાં ધારણ કરી આપણાં જીવનને દિવ્ય પ્રકાશ આપીએ. *