________________
માનવ–ગીતા
( ૧૦૩) નદીના કેઈપણ ભાગમાં થતું તોફાન મહાસાગરના કેઈપણ ભાગમાં અનુભવી શકાય છે અને મહાસાગરના કેઈ ભાગમાં થતું તેફાન નદીના કેઈ ભાગમાં અનુભવી શકાય તેવી રીતે અમુક સમયે અને સ્થળે વિશ્વમાનસમાં જે બને છે તે વ્યક્તિગત માનસથી જાણી શકે છે. વ્યક્તિગત માનસમાં જે બને છે તે વિશ્વમાનસ જાણી શકે છે.
દિવ્યબુદ્ધિ અને માણસની આધ્યાત્મિક બુદ્ધિ વચ્ચે કઈ જાતને પડદે નથી. જયારે મનુષ્ય તેના અંતરતમ હૃદયમાં આધ્યાત્મિક બુદ્ધિ પામે છે ત્યારે તે દિવ્યબુદ્ધિના મધ્યબિંદુ સુધી પહોંચે છે.
સંતનું હૃદય અખિલ માનવ જાતનું જ નહિ પણ સર્વ જીવેનું હૃદય છે. પ્રત્યેક હદયના પ્રત્યેક વનિથી તે કંપાયમાન થાય છે.
જ્યારે રાજનૈતિક કે ધાર્મિક, વૈજ્ઞાનિક કે તત્વજ્ઞાની ૌઢ વિચારકે સાથે બેસીને વિચાર કરે અને આપણા એક માનવ કુટુંબમાં શાંતિનો સંદેશ પહોંચાડે એ દિવસો વિશ્વશાંતિના સૂચક અને અતિ આનંદ પ્રેરક હશેઃ આપણે બધા એક જ પિતાના પુત્ર છીએ. પરમેશ્વરનું પ્રેમાળ માનવ જાતના શુદ્ધ અને શાંતિમય અંતકરણમાં દર્શન થશે.
કારણ એ છે કે શાંતિ, પ્રેમ, જીવન, તિનાં આવાં સ્થાને અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવનારાની સંખ્યા વધતી જાય છે અને પ્રજા, પ્રજા દ્વારા પ્રજાની રાજ સત્તાને વિકાસ થાય અને માનવ જાત માટે માનવ