________________
( ૧૦ )
પંડિત લાલન એકે એક શબ્દમાં તેમના મોંઘેરા લેહીના બિંદુઓ છે, આ પુસ્તિકામાં શ્રી વીર પરમાત્માના સામાયિક યોગને આદર્શમાં રાખી કયા ક્યા જૈનોએ તે દ્વારા શ્રી વીર ભગવાને તેનાથી જે ફળ મેળવ્યું હતું તેવા ફળ મેળવ્યા તેના દષ્ટાંતે ઉમેરી પુસ્તિકાને રસપ્રદ બનાવી છે.
પંડિતજી પિતે દર વર્ષે ૧૮૦૦ સામાયિક કરતા તેમજ તેનાથી બમણા કરાવતા. તેમની એક એક ક્ષણ સામાયિકમાં જ વ્યતીત થાય એવી ભાવના તેઓ રાખ્યા કરતા હતા,
પંડિતજી એવા તે સામાયિકના રંગે રંગાઈ ગયા હતા કે સામાયિક કરાવતાં તેમના હૃદયની ઉર્મીએ ઉછળતી અને ગંગાના પ્રવાહની જેમ ખળ ખળ સુધાભર્યો વાણીને ધેધ વહેતો હતે.
સામાયિક શબ્દના ઉચ્ચારથી થાય છે. તેની કીંમત એક રૂપી સમજીએ તે તેના ઉપરના વિચારની કીંમત એક ગીની થાય. ઉચ્ચારમય વિચારપૂર્વક આચરણ કરવામાં આવે તે આચારની કીંમત કરેડ થાય. પરંતુ જ્યારે જે ઉચ્ચાર તે જ વિચાર, તેવો જ આચાર હેય તે જીવનનું દર્શન મેળવી શકાય તેની કીંમત પંદર પંદર પરાર્ધથી પણ વધી જાય.
સામાયિકમાં સમભાવ કેળવે એ જ જરૂરી છે. પ્રદીપ કહે છે કે –