________________
અભિનંદન અને થેલી સમર્પણ
L[ ૨૦ ] સાઠ વર્ષ પહેલાની વાત યાદ આવે છે. અને આજે પણ તે રોમાંચ જગાવી જાય છે. મારી ઉમર વીશ વર્ષની હતી. જુવાનીનું જેમ હતું. કચ્છની ધીંગીધરાએ મને સુદઢ શરીર આપ્યું હતું. મારાં વિચારે કલ્પનાની પાંખે ઉડતા હતા. સંગીત, નાટ્યકલા અને રમત-ગમતની મસ્તીમાં હું મહાલતો હતો. સં. ૧૯૫૪ના શ્રાવણની અમાવાસ્યાએ મારા જીવનમાં એક ડોશીમાએ નવચેતન આપ્યું અને મારે સુષુપ્ત આત્મા જાગી ગયે. પર્યુષણના દિવસો હતા. મને ડોશીમા કચ્છ-નળીયામાં વ્યાખ્યાનમાં લઈ ગયા. પૂજ્ય માલશીભાઈ ભેજરાજના વ્યાખ્યાને મારા અંતરને પ્રકાશ આ. કર્મની વાતો અને ભગવાન મહાવીરના જીવનપ્રસંગેથી હું ચેતી ગયો અને પૂજય માલશીભાઈને મારા ગુરૂ માન્યા. તેમણે જીદગી સુધી મારા પથપ્રદર્શક તરીકે કાર્ય કર્યું અને જીવન પરિવર્તનના શ્રી ગણેશ મંડાયા.
સમયસાર નાટક વાંચતાં વાંચતાં મેં અનેક રાત્રિએ અશ્રુભરી આંખે વીતાવી અને કરીને તિલાંજલી આપી. મારા પરમ ઉપકારી મિત્ર શ્રી ગાંગજીભાઈ હેમરાજે પંડિત