________________
પંડિત લાલન
સાધી હતી. અનેક સાધકને તેમણે વેગ માર્ગમાં પ્રવેશ કરાવ્યું છે.
વખ્તત્વના પ્રદેશમાં તે તેઓ અદ્વિતીય વક્તા ગણાતા. દશ દશ હજાર માણસની સભા સમક્ષ તેઓ ભાષણ આપતા, તેમના અવાજમાં રણકાર હતા. તેમની વાણીમાં લાલિત્ય, મધુરતા, ભાવના ઉપાંત અદભુત અભિનય કળા હતી. કેન્ફરન્સનું અધિવેશન તેમના વકતૃત્વથી તાજગી અનુભવતુ. શ્રોતાઓ તેમના વકતૃત્વથી મુગ્ધ બની જતા, તેમની સાથે નાચી ઉઠતા.
જૈન ધર્મની તેમની શ્રદ્ધા અને નિષ્ઠા એટલી જ ઊંડી છે, એવી તેમના એક વખતના વિરોધી લેખાતા જેને આચાર્યો અને આગેવાને ને પ્રતીતિ થઈ છે. •
સં. ૧૯૩૬માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રતિનિધિ તરીકે સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઈંગ્લાંડ ગયા હતા અને ત્યાં સાતેક માસ રહ્યા હતા.
તેમનું જીવન પ્રારંભથી જ જૈન સમાજની એક યા અન્ય પ્રકારની સેવામાં જ ગયું છે. જૈન સમાજમાં નવા જના વિચારની જે પચાસ વર્ષથી લડત ચાલે છે તે લડ તના વિચાર સ્વાતંત્ર્યની હિમાયતના પક્ષે તેઓ પ્રથમ સેનિક છે, સેનાની છે, અને એ રીતે આજની યુવાન પ્રજા અને ઉગતી પ્રજા તેમની ભારે ત્રણ છે.
આવાં સાધુપુરૂષના જીવનનું મૂલ્ય મેળવવાનું શક્ય જ નથી. પંડિત લાલન એક સાધુ-સન્તપુરૂષ છે. આપણા