________________
પંડિત લાલન
રૂા. ૧૦)ના પગારે ધાર્મિક શિક્ષકને વ્યવસાય શરૂ કર્યો, ૧૦ ના વધીને ૧૨ માસિક થયા. સમાઈલ્સના સેલફહેલથ અંગ્રેજી ગ્રંથ ઉપર લેકમાન્ય તિલકે લખેલ સ્વાશ્રયની પુસ્તિકા વાંચી પંડિતજીએ પુરૂષાર્થ માટે અભિગ્રહ કર્યો.
શનિ-રવિના દેઢ દિવસની રજામાં અભ્યાસ વધારવા લાગ્યા-અંગ્રેજી તે સુંદર કર્યું પણ હિન્દી-સંસકૃત, મરાઠી, અને બંગાળી પણ શીખ્યા અને ટયુશનમાં છેવટે રૂ. ૩૦૦) ની માસિકની આવક થઈ. કે પુરૂષાર્થ ! - અમેરિકાની સર્વ ધર્મ પરિષદમાં મુનિશ્રી આત્મારામજી મહારાજના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા. પંડિતજી કેમ રહી જાય! પણ રૂા. ૫૦૦૦) ક્યાંથી લાવવા, પુરૂષાર્થને દઢ મને બળથી વ્યવસ્થા થઈ ગઈ. બીજે જ અઠવાડીયે ઉપડ્યા-ત્યાં કાા વર્ષ રહ્યા અને જૈનધર્મના વ્યાખ્યાને આપ્યાં. પુસ્તિકાઓ લખી. સં. ૧૯૦૧ માં પાછા આવ્યા. પંડિતજી તે નવનવા વિચારો લાવ્યા હતા. વિચાર સ્વાતંત્ર્યની ભાવનાથી રંગાઈ ગયા હતા.
જૈનસમાજ વિચારના પ્રદેશમાં કેવળ સુષુપ્ત દશામાં હિતે. નવા વિચારને નવી કેળવણીને સ્પર્શ ન હતે. પંડિતજીના વિચારોએ ક્ષોભ ઉભું કરવા માંડ્યો. માણેકજી પારસી ગૃહસ્થ પંડિતજીના પરિચયથી જૈન ધર્મ અંગીકાર કર્યો અને તેમણે શ્રી શત્રુંજય આવીને શ્રી આદીશ્વર ભગવાનની પૂજા કરી-જૈન સમાજમાં ખળભળાટ થયો. જૈનોમાં પાંચ પ્રતિક્રમણ-પંડિતજીએ આ ભવનું અને બીજું ભવે