________________
યુવકસંઘ તરફથી સન્માન સમારંભ
(8)
એ મંગળ દિવસની મારા જે ૮૦ વર્ષને યુવાન રાહ જોઈ રહ્યો છે. સમાજના કલ્યાણદાતાઓ એતો સમાજના સ્તંભે છે. અને એ અકિંચન સેવકને પ્રેમપૂર્વક સત્કાર થશે ત્યારે જૈન સમાજ પ્રાણવાન અને નવરચનાના મોખરે હશે. જૈન સમાજની કાયા પલટ કરનારા એ ઘડેયાઓને શોધી કાઢવા જોઈએ. સમાજના ઉત્કર્ષ માટે તેમને દટાઈ જવા બે મીઠા શબ્દને પ્રેમભર્યું સન્માન સમાજને નવચેતના આપી જશે.
પંડિત લાલનના સત્કાર સમારંભનું પ્રમુખસ્થાન સુપ્રસિદ્ધ ક્રાન્તિદણા પુણ્યપુરૂષ શ્રી કેદારનાથજીને આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જેનસમાજના અગ્રગણ્ય આગેવાનોએ હાજરી આપી હતી તે ખરેખર આનંદપ્રેરક હતું.
આ પ્રસંગે શ્રી જૈન યુવક સંઘના પ્રાણપ્રેરક આજીવન કાર્યકર અને નીડર વિવેચક શ્રી પરમાણુંદભાઈએ પંડિતજી વિષે સુંદર વિવેચન કર્યું હતું. તે આખું વિવેચન તે અત્રે આપી શકાય નહિ પણ તેમાંથી પંડિતજીના જીવનના ઉજજવળ પ્રસંગે આપવામાં આવે છે. - પંડિત લાલન જૈન સમાજની એક વિશિષ્ટ વૃદ્ધ વ્યક્તિના સન્માન કાર્યમાં સહકાર આપવા માટે આપ સૌને આભાર માનવા તક લઉં છું.
પંડિતજીને જન્મ સને ૧૮૫૭ માં થયે તેઓ મેટ્રિક સુધી પહોંચ્યા. જેને લીધે અભ્યાસ છેડે પડ્યો,