________________
અભિનંદન અને થેલી સમર્પણ
( ૮૯ ) પંડિતજીએ આ અભિનંદન સમારંભને જવાબ આપે. તે આજે પણ ગુંજી રહ્યો છે. તેમણે દર્શાવ્યું, કે હું ૯૧ વર્ષના યુવાન છું. યુવાનીમાં સેવાની દીક્ષા લઈને અમેરિકા ગયો ત્યારે મારા અમેરિકન ભાઈ–બહેનેને મેં અહિંસા, સંયમ અને તપને સંદેશ આપે. જૈનદર્શનની ખૂબીઓ દર્શાવી અને અમેરિકામાંથી પણ જીવન જીવવાની કળા શીખી લા. કઈ પરિગ્રહ રાખે નથી. જ્યાં તક મળી ત્યાં જૈનદર્શનની પ્રભાવના કરી છે. સામાયિકના પ્રયોગોમાં હું તલ્લીન બની જાઉં છું. તમે મને જે સન્માન આપે છે તે લાલનને નહિ લાલનની ભાવનાએને, લાલનની સેવાને ઘટે છે; હું તે લાલનને સેવક છું. સમાજને સેવક છું, રાષ્ટ્રને સેવક છું, ધર્મને સેવક છું.
મારા પરમ પ્રિય મિત્ર, પુત્ર, શિષ્ય શિવજીભાઈ અને અન્ય નાના-મોટા કરછી આપ્તજને ને સનેહિજનેએ મમતાપૂર્વક મારી સેવાની એક કદર કરવા નિમિત્તે રૂ. ૧૩૬૦૦ જેટલી મોટી રકમની મને જે થેલી આપી રહ્યા છે તે માટે હું યોગ્ય છે કે કેમ તેને નિર્ણય હું કરી શકર્યો નથી. પણ આપ સૌની પ્રેમભરી લાગણી માટે હું આપને ઋણી રહીશ. હું જીવનને કાંઠે બેઠે બેઠે તીર્થ કરને શરણે જીવનનું દર્શન મેળવવા તલસું છું. અને જૈન જગતને સર્વાગી વિકાસ થવાના ભણકારા પણ સાંભળું છું. આપ સૌને ફરી ફરી આભાર માનવા તક લઉં છું. પ્રમુખશ્રીએ પંડિતજીની વિદ્વતા, ઉચ્ચ ચારિત્ર, સેવાભાવના, જીવનદર્શનની ઝંખના તેમજ વિનમ્રતા અને