________________
(૯૦ )
પંડિત લાલન સૌમ્યતા તેમજ નવીન જીવનદ્રષ્ટિ વિષે ઉલેખ કરી તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી તેમજ વિશાળ જૈન સમા જના એક નાના સરખા વર્ગ તરફથી પંડિત લાલનનું બહુમાન થાય એટલાથી સંતોષ માનવો જોઈએ નહિ પણ આવા મેઘાવી પુરૂષનું સમગ્ર જૈન સમાજ તરફથી વ્યાપક આકારમાં સન્માન થવું ઘટે છે.
હર્ષનાદ સાથે પંડિતજીને થેલી સમર્પણ કરવામાં આવી હતી. આ રૂા. ૧૩૬૦૦ ની રકમ શેઠ નરશી નાગશીની કુ. માં જમા રાખવામાં આવી અને પંડિતજી જીવે ત્યાં સુધી દર વર્ષે રૂ. ૨૦૦૦) જ્યાં હોય ત્યાં તેમને મળે તેવી વ્યવસ્થા કરી હતી અને તેમના સ્વર્ગવાસ પછી જે રકમ વધી તેમાં ઉમેરીને દસ હજારની રકમ એકઠી કરીને શેઠ શામજીભાઈ રવજીભાઈ લાલને મુંબઈ– માંડવી ઉપર એક લાલન સાહેબના નામથી લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ સમારંભથી મારા આત્માને અત્યંત આનંદ થયો. પંડિત લાલનનું કણ અદા કરવા હું ભાગ્યશાળી બને.