________________
મહાત્માજી પર અનન્ય પ્રેમ
પૂજય લાલનસાહેબ ગાંધીજીના પરમ ભક્ત હતા એક વખત હું બીમાર પડ્યો. મને કમળો થયો. હું ૨૪ રતલ ઘટી ગયે. મારા માટે મારા લઘુબંધુ કુંવરજીભાઈએ અંધેરી પાસે આવેલા વરસેવાના સેનેટેરીયમમાં રહેવાની સગવડ કરી. મારા ધર્મપત્ની સુલક્ષણા પણ ત્યાં જ હતા. એ વખતે પૂજ્ય લાલનસાહેબ ગેડે સમય મારી પાસે રોકાયા હતા.
એવામાં પૂજ્ય ગાંધીજી જેલમાં બીમાર પડ્યા. તેમના પેટનું ઓપરેશન તેરાત કરવામાં આવ્યું. પૂજય લાલનસાહેબ તે વખતે પિકેક કરવા લાગ્યા. તેમણે કહ્યું “જે ગાંધીજી જીવતા રહેતા હોય તે હું તેમના બદલે મરવા તૈયાર છું.” તેમણે એમ પણ કહ્યું, કે “હું મારા બધા સામાયિકનું પુણ્ય તેમને અર્પણ કરું છું.”
સામાયિક તેમને બહુ પ્રિય હતા. તેમની વહાલામાં વહાલી કઈ ચીજ હોય તે તે સામાયિક અને તે તેમણે અર્પણ કરી. એથી જણાય છે કે તેમને મહાત્માજી પ્રત્યે અનહદ પ્રેમ હતે.
તેઓ રાષ્ટ્રપ્રેમી હતા, મહાત્માજીના જીવન-પ્રસંગે સત્યના પ્રયોગો તેમને ખૂબ પ્રિય હતા. તેમણે સામાયિકના પ્રયોગે કેવા સુંદર રીતે આલેખ્યા છે તે આપણે જોઈ ગયા. મહાત્માજીને સદેશ તેઓ પિતાના વ્યાખ્યાને દ્વારા આપતા અને મહાત્માજીના સંદેશવાહક પિતાને માનતા.