________________
( ૮૨ )
પંડિત લાલના
તેમણે મારું કહ્યું માન્યું. ખેતી કરી. હજી કસોટી થવાની બાકી હતી એટલે દુષ્કાળ આવે એટલે ગાયેભેંસે-બળદીઆને બેજે થઈ પડશે, એથી મુંબઈમાં કુંવરજીભાઈએ દુકાન કરી અને લેખંડને ધંધો શરૂ કર્યો.
કુંવરજીભાઈ ૩૮ વર્ષની ઉંમરે ગુજરી ગયા. ખેતી વાડી મારા મોટા દીકરા સુધાકરે સંભાળી અને કુંવરજી દેવશીની કુ. ની દુકાન મારા નાના દીકરા સુમતિચંદ્ર સંભાળી આજે બને દીકરા પિતાના પગ ઉપર છે. જલપ્રલય વખતે જે હિમ્મત હારી ગયા હતા તે આજે જે દિવસ તેમણે દીઠે તે દેખત નહિ.
સંવત ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી કુંવરજીભાઈએ ખૂબ પરિશ્રમ કર્યો. પરીવાર જેટલા ભેગે થયે ત્યાં પૂજ્ય લાલન સાહેબના પત્ની ગુજરી ગયા. એટલે પાછી ઉપાધી આવી પડી.
સંવત ૧૯૭૭ માં મઢડામાં લાલન નિકેતનની સંસ્થા સ્થાપી અને એ સંસ્થા તરફથી સેવાશ્રમ ચાલુ કર્યો. તેમાં પૂજય લાલન સાહેબ રહેવા લાગ્યા તે પછી યેગાશ્રમ ચાલુ કર્યો. એ સંસ્થા સંવત ૧૯૮૧ સુધી ચાલુ રહી તે પછી એ બધી સંસ્થાઓ બંધ કરી હું પંડીચેરી શ્રી અરવિંદ આશ્રમમાં ચાલ્યા ગયે.
પૂજ્ય પંડિતજી અમદાવાદમાં શેઠ ભેળાભાઈ જેસંગભાઈ દલાલ પાસે કેટલાક સમય રહ્યા. તે પછી શેઠ ચીમનલાલ નગીનદાસના ધર્મપત્ની શ્રી માણેકબાઈ પાસે કેટલેકવખત રહ્યા. મેં ભાઈ શ્રી વિસનજી જેતશી અને વેલજીભાઈ