________________
મઢડામાં લાલન નિકેતન · [ ૧૮ ]
પતિ લાલન સંવત ૧૯૫૭ માં અમેરીકાથી આવ્યા અને મને તેમના સહેવાસ થયા. છ મહીના હુ' તેમની સાથે રહ્યો. મે તેમની પાસેથી પાત જલ યાગના અભ્યાસ કર્યાં. મેં' તેમને ધપિતા ગણ્યા. તેમણે મને દીકરા માન્યા. જૈન પ્રજામાં લાલન-શીવજીની જોડી ગણાતી.
સવત ૧૯૫૭ માં મારી ઉંમર ૨૦–૨૧ વર્ષની હતી. સવત ૧૯૬૬ માં મને સંગ્રહણીની વ્યાધી લાગુ પડી. દરાજ ૩૫-૪૦ ઝાડા આવતા. પાલીતાણાની પાસે મઢડા સ્ટેશન સામે મારા માટે શિવસદન બાંધ્યું. એ સાલ હતી સંવત ૧૯૬૯. શિવસદનમાં હું રહેવા આવ્યે અને પાલીતાણામાં જળપ્રલય થયા એ વખતે મારી દસ વર્ષની મહેનત એક રાતમાં ખરબાદ થઈ ગઈ.
ખીંગ ગઈ, વિધવાશ્રમ ગયું, હજારો રૂપિયાના પુસ્તકા ડુબી ગયા, બાર વર્ષની મારી દીકરી ગુજરી ગઇ, મારા લઘુમ' કુંવરજીની પત્ની અને દીકરા મરી ગયા. કુવરજીભાઇની મારામાં શ્રદ્ધા હતી. તેમને મેં કહ્યું, “ ખળીઆ લ્યા, ખેતી કરી, ”
}