________________
સમયના સદ્દેશ [ ૧૭ ]
૫૦ વર્ષ પહેલાં મુનિરાજે ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચતા. યતિ પર્યુષણમાં પર્યુષણના વ્યાખ્યાના અને કલ્પસૂત્ર વાંચતા. જાહેર વ્યાખ્યાનાના યુગ આન્યા નહાતા પડિત લાલન તેા પ્રસિદ્ધ વક્તા હતા. તેમના વ્યાખ્યા નેામાં જનતાની સારી ભીડ જામતી. આપણા મુનિરાજોને આશ્ચય થતુ. પંડિતજીની વાણીમાં જાદુ હતા. તે સભાને મંત્રમુગ્ધ કરી દેતા હતા અને ધાર્મિક, સામાજિક કે શિક્ષણ પ્રચારના વિચારોથી સમાજના યુવકામાં જાગૃતિ આવતી હતી.
"
આ વખતે શ્રીમદ્ રાજચ'દ્રનુ' અવસાન થયું', તેમના વચનામૃત તેમના લઘુખ' શ્રી મનસુખલાલભાઇએ પ્રકાશિત કર્યો. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતા' નામ રાખવામાં આવ્યું. આ પુસ્તક જે જે વાંચતા તે પાગલ અની જતા. શ્રીમના અનુયાયી બની જતા. ધર્મ માં ચુસ્ત એવા લોકોને શ્રીમની વિરૂદ્ધ ભડકાવવામાં આવ્યા, અને શ્રીમક્રૂના અનુયાયીના બહિષ્કાર થતા. મુનિ લલ્લુજી જેવા કેટલાક સ્થાનકવાસી મુનિઓને શ્રાવકા વહાવરાવતા પણ નહિ.