________________
( ૮૦)
પંડિત લાલન છે. અને તેમાં ધર્મને ઉદ્યોત માને છે પણ જૈન સમાજ તે ખૂબ સબડી રહ્યા છે. મધ્યમ વર્ગ ઘસાઈ રહ્યો છે. - દર વર્ષે લાખ ખર્ચનાર જૈન સમાજ કે ઉજ્વળ હેવો જોઈએ. પણ સમયને સંદેશ કેણ સાંભળે છે ! આવતી કાલને સમાજ પ્રાણવાન સમૃદ્ધ અને સુસંસ્કારી બનાવ હોય તે સમયને સંદેશ સાંભળ્યા વિના છૂટકે નથી.
પૈસાની કીમત આજે તે હજી ઘણી વધી રહી છે. અને જ્યાં વાત-વાતમાં પૈસા જોઈએ. ધર્મમાં પણ પૈસા વિના ચાલે નહિ. મંદિર, મૂતિ, પૂજા, ઉદાપને, પ્રતિષ્ઠા આદિમાં પણ પૈસે જોઈએ એટલે પૈસાની પ્રતિષ્ઠા તે છે પણ શ્રીમંતે સમયને સંદેશ સમજતા થશે ત્યારે પૈસા કરતાં સેવાના, ચારિત્રના અને નિષ્ઠાના મૂલ્યાંકન થશે. મેં દિક્ષા કુમારીને પ્રવાસ ભાગ ૧-૨ પ્રકાશિત કર્યા. એ જે જે બહેન-ભાઈઓએ વાંચ્યા તેણે મુનિ પદની તે કીંમત કરી પણ વેશની મમતા જતી રહી.
આઝાદ ભારતમાં જૈન સમાજના ઘડવૈયાઓયુવાન હદ પંડિત લાલનની જેમ સમાજના સમુદ્વાર વિચાર કરી સમયને સંદેશ સાંભળશે અને રચનાત્મક કાર્ય કરશે તે સમાજની કાયા પલટ થતાં વાર શી?